પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઈસ પહોંચ્યા
Live TV
-
પ્રધાનમંત્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઈસ પહોંચ્યા. પીએમ મોદી આવતીકાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશ ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે. લોકશાહી અને વિવિધતાના મૂલ્યોમાં સહિયારી માન્યતા બંને દેશોની તાકાત છે. તેઓ મોરેશિયસના નેતાઓ સાથે ભાગીદારી વધારવા અને લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે સ્થાયી મિત્રતાને મજબૂત કરવાની તકો માટે આતુર છે. આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં એક નવા અને ઉજ્જવળ અધ્યાયની શરૂઆત કરશે.
પ્રધાનમંત્રી મોદી આજે સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથને શ્રદ્ધાંજલિ આપવા માટે સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લેશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ધરમ ગોકુલને મળશે.