પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર વિષય પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લેશે ભાગ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારે બપોરે 1:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગથી રોજગાર વિષય પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લેશે ભાગ લેશે. વેબિનારના મુખ્ય વિષયોમાં લોકોમાં રોકાણ, અર્થતંત્ર અને નવીનતાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત પણ કરશે.
રોજગાર સર્જન એ સરકારના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે
પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત થઈને, સરકારે નોકરીઓ વધારવા અને વધુ રોજગારની તકો ઊભી કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ વેબિનાર સરકાર, ઉદ્યોગ, શિક્ષણવિદો અને નાગરિકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે અને પરિવર્તનકારી બજેટ જાહેરાતોને અસરકારક પરિણામોમાં રૂપાંતરિત કરવા ચર્ચાઓને પ્રોત્સાહન આપશે.વેબિનારમાં ચર્ચાઓનો ઉદ્દેશ્ય ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ માટે માર્ગ મોકળો કરવાનો છે.
વેબિનારમાં ચર્ચા-વિચારણાનો ઉદ્દેશ્ય ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ અને 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે કુશળ, સ્વસ્થ કાર્યબળનું નિર્માણ કરવાનો હતો.
