Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે આ યુવાનોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ સરકારના રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે.

    16મો રોજગાર મેળો દેશમાં 47 સ્થળોએ યોજાશે. કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયો અને ઘણા વિભાગો માટે ભરતી કરવામાં આવી રહી છે. નવી ભરતી માટે દેશભરમાંથી પસંદ કરાયેલા લોકોને ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શ્રમ અને રોજગાર અને પોસ્ટ વિભાગ અને અન્ય વિભાગોમાં નિયુક્ત કરવામાં આવશે. દેશભરમાં રોજગાર મેળા થકી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે.

    રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply