પ્રધાનમંત્રી મોદીએ આયોધ્યામાં અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ આયોધ્યામાં અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. રેલવે સ્ટેશન અયોધ્યાના આગામી શ્રી રામ મંદિરના મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી પ્રદેશમાં રેલ માળખાને મજબૂત કરવા માટે 2,300 કરોડ રૂપિયાના ત્રણ રેલવે પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.
અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવ્યું છે જેથી રોજના એક લાખ મુસાફરોની સગવડ મળી રહે. ત્રણ માળનું આધુનિક રેલવે સ્ટેશન બિલ્ડીંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમ કે લિફ્ટ, ફૂડ પ્લાઝા, પૂજા જરૂરિયાતો માટેની દુકાનો, બાળ સંભાળ રૂમ અને વેઇટિંગ હોલ.
કનેક્ટિવિટી વધારવાના એક મોટા પગલાં તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનોની નવી શ્રેણી-અમૃત ભારત એક્સપ્રેસને ઝંડી આપી આરંભ કરાવ્યો હતો. વધુ ઝડપ અને ગતિ માટે આ ટ્રેન બંને છેડે એન્જિન ધરાવે છે. પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી આરંભ કરાવ્યો હતો.