Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્તિપત્રો વિતરણ કર્યા છે. આ રોજગાર મેળાનું 15મું સંસ્કરણ હતું. દેશભરમાં કુલ 47 સંસ્થાઓમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. 

    ઓક્ટોબર, 2022માં રોજગાર મેળાની શરૂઆત કરાયા પછી કેન્દ્ર સરકારે 10 લાખથી વધુ કાયમી સરકારી નોકરીઓ આપી છે. કેન્દ્ર સરકારનું આ પગલું રોજગાર સર્જન અને નિયુક્તિઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વનું પગલું છે તો પ્રધાનમંત્રીએ યુવાઓને દેશની આર્થિક પ્રગતિ અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવા આહવાન કરતા કહ્યું, યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ છોડે છે. આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતા દ્વારા દુનિયાને બતાવી રહ્યા છે કે દેશમાં કેટલી ક્ષમતા છે. વધુમાં તેમણે યુવાઓને કહ્યું કે, તેઓ પોતાના કામ પ્રત્યે જેટલા પ્રામાણિક હશે, તેટલો જ ભારત દેશને વિકસિત ભારત બનવાની સફરમાં મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply