Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સિકલ સેલ રોગ મિશનમાં 1 કરોડથી વધુ લોકોની તપાસ કરાઈ

Live TV

X
  • નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ એક કરોડથી વધુ લોકોની સિકલ સેલ ડિસીઝ માટે તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિશન દ્વારા 3 વર્ષમાં 7 કરોડ વસ્તીનું સ્ક્રીનીંગ કરવાનો પ્રયાસ કરવા આવ્યો છે.  સિકલ સેલ રોગ એ આનુવંશિક રક્ત રોગ છે જે અસરગ્રસ્ત દર્દીના સમગ્ર જીવનને અસર કરે છે. તે ભારતની આદિવાસી વસ્તીમાં વધુ સામાન્ય છે પરંતુ, બિન-આદિવાસીઓમાં પણ જોવા મળે છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1લી જુલાઈ 2023ના રોજ મધ્યપ્રદેશના શાહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તમામ આદિવાસી અને અન્ય ઉચ્ચ પ્રચલિત વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની તપાસ, નિવારણ અને વ્યવસ્થાપન માટે મિશન મોડમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. 17 રાજ્યોના 278 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં સિકલ સેલ રોગનો વધુ વ્યાપ છે. આ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તરાખંડ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply