Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રો વારાણસીના પ્રવાસે

Live TV

X
  • પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સહ અધ્યક્ષતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રો સાથે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે જશે.

    પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સહ અધ્યક્ષતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રો સાથે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે જશે. વારાણસી જતાં પહેલાં પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મિરઝાપુરના દાદરાકલા જશે. જ્યાં ફ્રાન્સના સહયોગથી તૈયાર થયેલ 75 મેગાવોટના સોલાર પ્લાન્ટનું ઉદઘાટન થશે. 300 એકર જમીનમાં રૂપિયા 700 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. વારાણસી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અસ્સીઘાટ ખાતે નૌકા વિહાર દરમિયાન વિવિધ ઘાટોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વારાણસીમાં જનસભાને પણ સંબોધશે. બાદમાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથે બડાલાપુર, અસ્સીઘાટ, દશાસ્મયઘાટ અને ડિવેકામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ડિવેકામાં બડવાડી રેલવે સ્ટેશનથી ઇન્ટરસીટી ટ્રેનને પટણા માટે રીમોટ દ્વારા રવાના કરશે. તેઓ આ કાર્યક્રમમાં બડવાડી ઓવરબ્રીજના લોકાર્પણ સાથે અન્ય ત્રણ બ્રીજના શિલાયન્સ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેઓ લાભાર્થીઓને આવાસની ચાવી સોંપ્યા બાદ મહિલાઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન બંને મહાનુભાવો દિનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની પણ મુલાકાત લેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply