પ્રધાનમંત્રી મોદી આજે દેહરાદૂનના મહારાણા પ્રતાપ સ્ટેડિયમમાં 38મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનો હાજરી આપશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા ગઈકાલે દેહરાદૂન પહોંચ્યા હતા.
રાજ્યના રમતગમત મંત્રી રેખા આર્ય દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. માહિતી અનુસાર, રાષ્ટ્રીય રમતોનું આયોજન ઉત્તરાખંડના 8 જિલ્લાના 11 શહેરોમાં આગામી મહિનાની 14 તારીખ સુધી કરવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, 35 રમતોની કુલ 47 ઇવેન્ટ્સ યોજાશે.