પ્રધાનમંત્રી મોદી આસામ અને પુડુચેરીના મતદારો સાથે 'નમો એપ' દ્વારા સંવાદ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે(30 માર્ચ, 2026) 'મેરા બૂથ સબસે મજબૂત સંવાદ' અભિયાન હેઠળ આસામ અને પુડુચેરીના લોકો તેમજ ભાજપના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ નમો એપ (NaMo App)ના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર યોજાશે.
પ્રધાનમંત્રીના આજના કાર્યક્રમનું શિડ્યુલ:
આસામ સંવાદ: બપોરે 1:00 વાગ્યે, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પુડુચેરી સંવાદ: સાંજે 5:30 વાગ્યે, જેમાં પ્રધાનમંત્રી કેન્દ્રશાસિત પ્રદેશના પાયાના સ્તરના કાર્યકરોને સંબોધિત કરશે.'ડબલ એન્જિન' સરકારના વિકાસ પર ભાર
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને આસામ અને પુડુચેરીમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "છેલ્લા એક દાયકામાં આસામમાં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. મને વિશ્વાસ છે કે જનતા ફરી એકવાર 'ડબલ એન્જિન' સરકારને જ આશીર્વાદ આપશે."પુડુચેરી અંગે વાત કરતા પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, NDA સરકારે છેલ્લા 5 વર્ષમાં ત્યાંના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી છે, જે આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.
ચૂંટણી પ્રચારને મળશે વેગ
આસામ ભાજપના જણાવ્યા અનુસાર, આ વર્ચ્યુઅલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો અને મતદારો સુધી સીધો સંપર્ક સાધવાનો છે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ PM મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું, જેમાં પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા આ જનસંપર્ક કાર્યક્રમ ભાજપ માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
