Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી હિરોશિમા ખાતે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે કરી દ્વિપક્ષીય બેઠક

Live TV

X
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જી7ની બેઠકમાં હાજર રહેવા જાપાનની મુલાકાતે છે. તેઓ જી7 શિખર સન્મેલનમાં ત્રણ સત્રોમાં ભાલ લેવા માટે શુક્રવારે હિરોશીમા પહોંચ્યા હતાં. ત્યારે તેમણે શનિવારે હિરોશિમામાં યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સિવાય પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુતારેસ સાથે પણ મુલાકાત કરી હતી. 
    યુનાઈટેડ કિંગ્ડનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પોતાના ટિ્વટર હેન્ડલ પર પીએમ મોદી સાથે તસવીર શેર કરી છે. જેમાં બંને નેતા ગળે મળતા જોઈ શકાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને આ બેઠકની જાણકાર આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, બંને તેઓએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી જેમાં ભારત-યુકે એફટીએ વાર્તામાં પ્રગતિનો હિસ્સો લેવાનો પણ સમાવેશ થાય છે. 
    અગાઉ જાપાનના હિરોશિમામાં વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે શનિવારે મુલાકાત થઈ હતી. આ વચ્ચે બંને દેશો વચ્ચે મંત્રાણા પણ અનેક વખત ફોન પર વાતચીત થઈ હતી. યુદ્ધ વચ્ચે આ પહેલી વખત આમને સામને મુલાકાત અને વાતચીત થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
apply