પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન પુર્વોત્તરના પ્રવાસે પાંચ રાજ્યોની લેશે મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી 71,850 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે,પ્રધાનમંત્રી બિહારમાં રાષ્ટ્રીય મખાના બોર્ડનું ઉદ્ઘાટન કરશે,પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવતા, પ્રધાનમંત્રી બિહારમાં પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે,પૂર્ણિયામાં લગભગ 36,000 કરોડ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.13 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે 12:30 વાગ્યે ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ બપોરે 2:30 વાગ્યે ઇમ્ફાલમાં 1,200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને એક જાહેર સભાને સંબોધિત કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે અને સાંજે 5 વાગ્યે ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
14 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી આસામમાં 18,530 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સવારે 11 વાગ્યે દારંગ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી, તેઓ બપોરે 1:45 વાગ્યે ગોલાઘાટ ખાતે આસામ બાયો-ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડના નુમાલીગઢ રિફાઇનરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગોલાઘાટ ખાતે પોલીપ્રોપીલીન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે.
15 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને કોલકાતામાં સવારે 9:30 વાગ્યે 16મી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2025નું ઉદ્ઘાટન કરશે.આ પછી પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લેશે અને બપોરે 2:45 વાગ્યે પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ પૂર્ણિયામાં લગભગ 36,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.તેઓ બિહારમાં રાષ્ટ્રીય માખાના બોર્ડનું પણ ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી બિહારમાં DAY-NRLM હેઠળ ક્લસ્ટર સ્તરના ફેડરેશનને લગભગ 500 કરોડ રૂપિયાના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનું વિતરણ પણ કરશે અને કેટલાક CLF અધ્યક્ષોને ચેક પણ સોંપશે.
