પ્રયાગરાજમાં ચાલતા સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભનું આજે સમાપન
Live TV
-
સમાપન પહેલા તમામ સાધુ સંતોએ આજે કાશી વિશ્વનાથ મહાદેવના પૂજા અર્ચન
અત્યારસુધીમાં 65 કરોડથી વધુ લોકોએ કર્યું અમૃત સ્નાન
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે 6 કલાક સુધીમાં 41 લાખ લોકોએ શાહી સ્નાન કર્યું હતું. ગત 44 દિવસમાં 65 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે શિવરાત્રી નિમિત્તે ત્રણ કરોડ લોકો પ્રયાગરાજમાં પહોંચે તેવી શક્યતા છે. સંગમમાં ડૂબકી લગાવવાવાળા લોકોની આ સંખ્યા 193 દેશોના જનસંખ્યાથી વધુ છે.
યોગી સરકરે દાવો કર્યો છે કે, દુનિયામાં હિંદુઓની જનસંખ્યા છે તેમાંથી અડધીથી વધુ જનસંખ્યા પ્રયાગરાજ આવી ચુકી છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે ગત 25 ફેબ્રુઆરીથી પ્રયાગરાજમાં વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે જ રેલ્વે દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભ માટે શિવરાત્રી નિમિત્તે 350 થી વધુ ટ્રેનો ચલાલાવવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, મહાશિવરાત્રી બાદ પણ વધારાની ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ્વેના સંચાલન પર નજર રાખી રહ્યા છે.
