ફાઈટલ પ્લેન ચલાવનારી અવની ચતુર્વેદી પ્રથમ ભારતીય મહિલા બની
Live TV
-
ચતુર્વેદીએ મિગ-21 બાઈસન વિમાન ઉડાવ્યુ હતું
ફાઈટલ પ્લેન ચલાવનારી અવની ચતુર્વેદી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ ન્યુઝ સોશિયલ મિડિયા પર ખૂબ જોવાઈ રહ્યા છે. ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી લડાકૂ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે..વાયુસેનાના અધિકારીએ જણાવ્યુ છે કે, ચતુર્વેદીએ મિગ-21 બાઈસન વિમાન ઉડાવ્યુ હતું. લડાકૂ વિમાન ઉડાવવા માટે ત્રણ મહિલા પાયલટ અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંહને કડક પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ.જુલાઈ 2016માં ફ્લાઈંગ ઓફિસર તરીકે તેમને સામેલ કરાયા છે..દુનિયામાં ફક્ત અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ અને પાકિસ્તાનમાં જ મહિલા ફાઈટર પાયલટ બની શકતી હતી..જોકે ભારત સરકારે મહિલાઓને 2015માં ફાઈટર પાયલટ માટે મંજૂરી આપી છે.