ફિલ્મ પદમાવત તમામ રાજ્યોમાં થશે રીલીઝ, સુપ્રીમની લીલીઝંડી
Live TV
-
સર્વોચ્ચ અદાલતે ફિલ્મ પદ્માવતની રિલીઝ અંગે ની નવી અરજી પણ ગઇકાલે ફગાવી દીધી હતી હવે આ ફિલ્મ રિલીઝ થશે
સર્વોચ્ચ અદાલતે ફિલ્મ પદ્માવતની રિલીઝ અંગે ની નવી અરજી પણ ગઇકાલે ફગાવી દીધી હતી. આ ફિલ્મ રિલીઝ થશે , તો કાયદો અને વ્યવસ્થા ખોરવાઇ શકે તેવી રજૂઆત સાથે એક વકીલે અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે તેની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી ફગાવતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી તે કોર્ટની નહીં રાજ્ય ની જવાબદારી છે. તો આ તરફ ગુજરાત માં હજી પણ કેટલેક ઠેકાણે પદ્માવતની રિલીઝ નો વિરોધ થઇ રહ્યો છે. રાજકોટમાં કરણી સેના એ ફિલ્મ નો વિરોધ કરતા કહ્યું હતું કે તેઓ હાલ તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરે છે. જરૂર પડે આ વિરોધ ઉગ્ર બનશે. મોરબી માં કરણી સેના અને થિયેટર માલિકો વચ્ચે ની બેઠક બાદ થિયેટર માલિકો મોરબી માં પદ્માવત રિલીઝ ન કરવા માટે સંમત થયા હતા.