ફ્રાંસે ભારતને સોંપ્યું પહેલું રાફેલ વિમાન
Live TV
-
રક્ષામંત્રી રાજનાથસિંહે કરી રાફેલની પૂજા
ભારતને ફ્રાંસ તરફથી પ્રથમ રાફેલ લડાકુ વિમાન મળી ગયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસના મેરીનેકમાં દસોલ્ટ એવિએશનના પ્રોડક્શન યુનિટમાં આયોજીત એક સમારંભમાં આ વિમાન મેળવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સમારંભમાં ભારતીય વાયુસેના માટે એક ઐતિહાસિક અવસર છે. તેમણે કહ્યું કે આ ભારત અને ફ્રાંસ વચ્ચે મહત્વપુર્ણ રણનીતિક ભાગીદારીનું પ્રતીક છે. આ સમારોહ એવા સમયે યોજાયો છે જયારે ભારતીય વાયુસેના પોતનો સ્થાપના દિવસ મનાવી રહી છે અને આજે સમગ્ર દેશમાં દશેરાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રી આ પ્રસંગે ફ્રાસમાં રાફેલની પુજા પણ કરી હતી. આ અગાઉ સંરક્ષણમંત્રી એ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુઅલ મૈક્રો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત ફ્રાંસ રક્ષા અને રણનીતીક સંબધો વિશે ચર્ચા કરી હતી. તેમણે ફ્રાંસના સૈન્ય દળોના મંત્રી ફર્લોરેન્સ પાર્લી અને રાષ્ટ્રપતિના રક્ષા સલાહકાર એડમિરલ બર્નાડ રોગેલ સાથે પણ મુલાકાત કરી હતી.