Skip to main content
Settings Settings for Dark

બજેટ સત્રના અભિભાષણમાં બોલ્યા રાષ્ટ્રપતિ કોવિંદ : વિશ્વમાં ભારતને સન્માન મળ્યું :

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે , આજથી શરૂ થશે બજેટ સત્ર - પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ - સત્રના પ્રથમ તબક્કાનું નવમી ફેબ્રુઆરીએ સમાપન.

    રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજે બજેટ સત્રનો પહેલા ભાગની શરૂઆત થઈ. બજેટ સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ દેશવાસીઓને તહેવારો અને ગણતંત્ર દિવસના શુભેચ્છાઓ આપી. તેમણે આસિયાન દેશોના પ્રમુખની ઉપસ્થિતિના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, મારી સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માટે કામ કરી રહી છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, શૌચાલયોને બનાવીને સરકાર લોકોની મદદ કરી રહી છે, 2019 સુધી સ્વચ્છ ભારત બનાવીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા તત્પર છીએ. બજેટ સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. જલ્દી જ તેનો કાયદો પણ બનાવવામાં આવશે. દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓનો દાયરો વધ્યો છે. સરકાર ગરીબોની પીડા દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. 640 જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચાલી રહી છે.તેમણે કહ્યું કે, સરકારના જોર ખેડૂતોની આવક બેગણી કરવાની છે, દાળના ઉત્પાદનમાં 38 ટકા રેકોર્ડ વધારો થયો છે. 99 સિંચાઈ પરિયોજનાને પૂરું કરવું સરકારનું લક્ષ્યાંક છે. અનાજની બરબાદીને રોકવા માટે સરકારે યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, સરકારના કાર્યકાળમાં યુરિયાનું ઉત્પાદન વધ્યું છે. જનધન યોજના અંતર્ગત અંદાજે 31 કરોડ બેંક ખાતા ખોલી દીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply