Skip to main content
Settings Settings for Dark

બાગાયત ખાતાની નવી પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા 11 ઓક્ટોબર સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે, ત્યારે ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-2025 માટે “બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત,ખાનગી સંસ્થા,ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ” તથા “રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેના કાર્યક્રમ” યોજના માટે સુરત જિલ્લાના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.11/10/2024 સુધીમાં અરજી કરવી. ખેડૂતોએ 7, 12, 8-A, બચત બેંક ખાતા, આધાર કાર્ડ જેવી વિગતો, પુરાવા સાથે રાખી અત્રેની બાગાયત કચેરી (સવારના 11.00 કલાક થી સાંજના 5.00 કલાક દરમ્યાન), ગામના ઇ-ગ્રામ સેન્ટર અથવા સાયબર કાફેથી અરજી કરી શકે છે.

    ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલબંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે દિન-7 માં અચૂક જમા કરાવવા. વધુ વિગતો માટે ફોન નં : 0261-2655948 ઉપર સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply