બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમાં શરૂ થશે
Live TV
-
આજે નવી દિલ્લીમાં વિદેશમંત્રી ડો. એસ. જયશંકર બિમસ્ટેક વિદેશ મંત્રીઓના સંમેલનની અધ્યક્ષતા કરશે. 11 અને 12 જુલાઈ એમ બે દિવસ બિમસ્ટેક દેશોના વિદેશ મંત્રીઓની યજમાની ભારત કરશે. આ શિખર સંમેલન જૂથના સભ્યોને બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, કનેક્ટિવિટી, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની તક પૂરી પાડશે.
બંગાળની ખાડી બહુ-ક્ષેત્રિક ટેકનિકલ અને આર્થિક સહકાર માટે પહેલ – બિમ્સટેકના વિદેશ મંત્રીઓની બીજી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સટેકના વિદેશ મંત્રીઓની યજમાની કરશે. આ ઇવેન્ટ બિમ્સટેક જૂથના સભ્યોને બંગાળની ખાડી પ્રદેશ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, કનેક્ટિવિટી, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને વિસ્તૃત અને મજબૂત કરવાની તક પૂરી પાડશે.
બિમ્સટેક વિદેશ મંત્રીઓની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે જુલાઈમાં થાઈલેન્ડના બેંગકોકમાં યોજાઈ હતી. બિમ્સટેક એ બહુપરિમાણીય સહયોગ માટે સાત દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોનું જૂથ છે.
