Skip to main content
Settings Settings for Dark

બિહારમાં પેસેન્જર ટ્રેનમાં ભયંકર આગ લાગતા કોચ બળીને ખાખ, મુસાફરોનો આબાદ બચાવ

Live TV

X
  • બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર આજે (સોમવારે) વહેલી સવારે એક મોટી રેલ હોનારત ટળી હતી. પટના જઈ રહેલી સાસારામ-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

    બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર આજે (સોમવારે) વહેલી સવારે એક મોટી રેલ હોનારત ટળી હતી. પટના જઈ રહેલી સાસારામ-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

    સ્ટેશન પર મચી અફરાતફરી
    આ ઘટના સવારે અંદાજે 6 વાગ્યે બની હતી. સાસારામ-પટના પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થાય તે પહેલા જ તેના એક કોચમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

    શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા
    પ્રાથમિક તપાસ અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા રેલવે અધિકારીઓએ વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ટ્રેનનો આખો કોચ બળીને ખાખ થઈ ગયો હતો. હાલમાં ક્ષતિગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી, સમગ્ર ટ્રેનની તપાસ કરીને તેને રવાના કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

    કોટામાં રાજધાની એક્સપ્રેસમાં પણ લાગી હતી આગ
    નોંધનીય છે કે, રેલવેમાં આગ લાગવાની આ બે દિવસમાં બીજી મોટી ઘટના છે. રવિવારે જ રાજસ્થાનના કોટા નજીક દિલ્હી જઈ રહેલી પ્રખ્યાત રાજધાની એક્સપ્રેસના પાછળના બે કોચમાં પણ આગ લાગી હતી. જો કે, તે ઘટનામાં પણ તમામ મુસાફરોને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રાજધાની એક્સપ્રેસના ઇન-બિલ્ટ સેફ્ટી સિસ્ટમના કારણે આગ લાગતાની સાથે જ ટ્રેન ઓટોમેટિક ઊભી રહી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

    રેલવે એલર્ટ: દેશભરમાં ફાયર ઓડિટના આદેશ
    બે દિવસમાં સતત બે ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓને પગલે રેલવે પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. રેલવે ઓથોરિટી દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશભરની તમામ ટ્રેનોના કોચ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્થાપિત ફાયર સેફ્ટી સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી ઓડિટ (Nationwide Audit) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply