બિહાર વિધાનસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. આ તબક્કામાં 7 નવેમ્બરના રોજ રાજ્યનાં 15 જિલ્લાઓમાં 78 વિધાનસભા બેઠક માટે મતદાન થશે.
ઉમેદવારી નોઁધાવવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર છે અને 21 ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે તેમજ 23 ઓક્ટબર સુધીમાં નામ પરત ખેંચી શકાશે. આ કડીમાં રાષ્ટ્રીય જનતા દળના તેજ પ્રતાપ યાદવે હસનપુર વિધાનસભા બેઠક પર ઉમેદાવારી પત્ર ભર્યું હતું.
બીજી તરફ ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચાર અંતર્ગત ગઈ કાલે બિહારના મુખ્યમંત્રી નીતિન કુમારે એક વર્ચ્યુઅલ રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમા નીતિશકુમારે પોતાની સરકારની ઉપલબ્ધીઓ અને સિધ્ધીઓ વર્ણાવી હતી.
