Skip to main content
Settings Settings for Dark

બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ, પ્રમુખ મલ્લિકાર્જુ ખડગેએ કર્યું મતદાન, લોકોને મતદાન કરવા અપીલ

Live TV

X
  • બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ, પ્રમુખ મલ્લિકાર્જુ ખડગેએ કર્યું મતદાન, લોકોને મતદાન કરવા અપીલ

    મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે." ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને ચાર ઈમલી મતદાન મથક પર પોતાનો મત આપ્યો.મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું હતું..નવસારી શહેરની કોન્વેન્ટ સ્કૂલમાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    તો  કર્ણાટકનાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુ ખડગેએ તેમની પત્ની રાધાબાઈ ખડગે સાથે લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કામાં કલબુર્ગીમાં કીર્તિ પ્રાથમિક શાળા મતદાન મથક પર પોતાનો મત આપ્યો.કર્ણાટકના પૂર્વ સીએમ અને બેલાગવીથી ભાજપના ઉમેદવાર જગદીશ શેટ્ટર બેલાગવીના વિશ્વેશ્વરાય નગરમાં મતદાન કર્યું. ત્યારે કર્ણાટકનાં ગદગ-હાવેરી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર બસવરાજ બોમાઈએ મતદાન કર્યું હતું. કર્ણાટકનાં હુબલી ધારવાડમાં કેન્દ્રીય પ્રધાન અને ધારવાડ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશીએ મુખ્ય પ્રધાનના ગામ બગિયા ખાતે મતદાન મથક નંબર 111 પર પોતાનો મત આપ્યો. 

    તો મહારાષ્ટ્રમાં અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તો મહારાષ્ટ્રનાં બારામતીમાં  પોતાનો મત આપ્યા પછી, NCP - SCP  સાંસદ અને બારામતી લોકસભા બેઠકના ઉમેદવાર સુપ્રિયા સુલેએ કહ્યું, "દેશમાં મજબૂત લોકશાહીમાં, બંધારણને કેન્દ્રમાં રાખીને અને પારદર્શક રીતે ચૂંટણી યોજવી જોઈએ. સત્ય સામે છે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 

    બિલાસપુરમાં છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓએ બિલાસપુરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. બિલાસપુરથી ભાજપે તોખાન સાહુને અને કોંગ્રેસે દેવેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે.

    ઉત્તર પ્રદેશનાં સપાના વડા અખિલેશ યાદવ, મૈનપુરીના વર્તમાન સાંસદ અને સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવે મૈનપુરી સંસદીય ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. કર્ણાટકનાં રાજ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યું, "મને વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર વિજયી બનવા જઈ રહી છે...

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, "...મત આપવો એ આપણો બંધારણીય અધિકાર છે અને તે લોકશાહીને મજબૂત બનાવે છે... હું તમને બધાને મતદાન કરવાની અપીલ કરું છું... આ ચૂંટણી વાસ્તવમાં બે માતાના પુત્રો વચ્ચેની લડાઈ છે." એક ભારત માતાના પુત્ર નરેન્દ્ર મોદી અને બીજા વિદેશી માતાના પુત્ર…
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply