Skip to main content
Settings Settings for Dark

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબા પુલનો પ્રથમ સ્પાન લોન્ચ કરવામાં આવ્યો

Live TV

X
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 48 પર 2 X 100 મીટર લાંબા સ્ટીલના  પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન લોન્ચ કરવામાં આવ્યો.દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડતી એનએચ - 48 પર, નડિયાદ (ગુજરાત) પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 48 પર 2 X 100 મીટર લાંબા સ્ટીલના  પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન લોન્ચ કરવામાં આવ્યો.દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડતી એનએચ - 48 પર, નડિયાદ (ગુજરાત) પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.

    આ 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે NH-48 ને પાર કરવા માટે બે 100-મીટર લાંબા સ્ટીલ સ્પાનનો સમાવેશ થાય છે, જેમાંથી એક સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.એનએચ - 48 એ છ માર્ગોવાળો (દરેક બાજુ પર ત્રણ માર્ગ) સૌથી વ્યસ્ત ધોરીમાર્ગોમાંનો એક છે. પુલનો પહેલો સ્પાન ધોરીમાર્ગ પરના ત્રણ માર્ગો ઉપર લગભગ 200 મીટર લંબાઈ સુધી એક બાજુથી સ્લાઈડ કરીને લોન્ચ કરવામાં આવ્યો. આ લોન્ચિંગ એ રીતે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું કે જેથી વ્યસ્ત ધોરીમાર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સરળ રહી શકે અને રસ્તાના ઉપયોગકર્તાઓને ન્યૂનતમ ખલેલ પહોંચે.

    આ સ્ટીલના પુલનો 100 મીટર લાંબો સ્પાન, જેની ઉંચાઈ લગભગ 14.6 મીટર અને પહોળાઈ 14.3 મીટર છે, આશરે 1414 મેટ્રિક ટન વજન ધરાવે છે. આ સ્ટીલના પુલ સાલાસર, હાપુર, ઉત્તરપ્રદેશમાં આવેલી વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને તેમને 100 વર્ષની આયુષ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

    પુલ લગભગ 57,200 ટોર-શિયર પ્રકારના ઉચ્ચ ક્ષમતાવાળા (ટીટીએચએસ) બોલ્ટસ, સી5 પધ્ધતિની પેઇન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરીંગ્સથી બનેલો છે. આ પુલ 14.9 મીટર ઊંચાઈ પર જમીનથી કામચલાઉ રીતે ટ્રેસલ્સ પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેને એક ઓટોમેટિક મેકેનિઝમનો ઉપયોગ કરીને ચલાવ્યું હતું, જેમાં બે સેમી-ઓટોમેટિક જૅકસ હતા, જેમાં દરેક 250 ટન ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હતા, સાથે મેક-એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આ સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલના પુલોની યોજના બનાવવામાં આવી છે. જેમાંથી 11 સ્ટીલના પુલ મહારાષ્ટ્રમાં અને 17 સ્ટીલના પુલ ગુજરાતમાં છે. ગુજરાતમાં રેલવે/ડીએફસીસી ટ્રૅક, ધોરીમાર્ગ અને ભિલોસા ઉદ્યોગ પર 7 સ્ટીલના પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply