Skip to main content
Settings Settings for Dark

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, અપોલો હોસ્પિટલમાં દાખલ

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને 27મી જૂને જ દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. આ વખતે લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.

    ભારત રત્ન અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે અચાનક લથડી હતી, જેના પછી તેમને રાજધાની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપોલો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે.

    જણાવી દઈએ કે 30 માર્ચ 2024ના રોજ લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અડવાણી ભાજપના સ્થાપક સભ્ય છે અને 1942માં સ્વયંસેવક તરીકે આરએસએસમાં જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply