Skip to main content
Settings Settings for Dark

ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઝારખંડ અને કોલકાતામાં ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળમાં જનસભાઓ ગજવશે તેમજ રોડ શો કરશે. નરેન્દ્ર મોદી ઝારખંડના દુમકા, બારાસાત તેમજ જાદવપુરમાં જનસભાઓ કરશે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળની ઉત્તર કોલકાત્તા બેઠક માટે ભાજપના ઉમેદવાર તાપસ રોયના સમર્થનમાં પ્રચાર કરશે.  ઉપરાંત તેઓ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે અને રોડ શો કરશે. 

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હિમાચલ પ્રદેશમાં  3 જનસભાઓ કરશે. તેઓ  મંડીમાં ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌતના સમર્થનમાં સભા કરશે. ઉપરાંત તેઓ હમીરપુર અને શિમલામાં પણ જનસભા કરશે. ભાજપના સ્ટાર પ્રચારક અને વરિષ્ઠ નેતા અમિત શાહ ઓડિશામાં ધૂઆંધાર પ્રચાર કરશે અને  ભાજપના સમર્થનમાં વોટની અપીલ કરશે. તેઓ ઓડિશાના ચાંદબાલી, નીમાપાડા અને પનીકોઇલીમાં   પણ વિશાળ જનસભાને સંબોધન કરશે. 

    ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે વિપક્ષ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે ત્યારે આજે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી  ઉ.પ્રના વારાણસીમાં સંયુક્ત જનસભા કરશે. ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પણ પ્રચાર કરશે. તો  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધી ઓડિશાના ભદ્રકમાં ચૂંટણી પ્રચાર કરશે.
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply