ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રીઓની આજથી નવી દિલ્હીમાં મહત્વની બેઠક
Live TV
-
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાજ્ય સંગઠન મહામંત્રીઓની મહત્વની બે દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. ભાજપ મુખ્યાલય વિસ્તરણ ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રમુખ જેપી નડ્ડા, અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ હાજર રહેશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની, સમીક્ષા અને રાજ્યોમાં યોજાનારી આગામી ચૂંટણી અંગે ચર્ચા થવાની સંભાવના છે. સંગઠનના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ પછી પ્રમુખની ચૂંટણી માટે જરૂરી સદસ્યતા અભિયાનની સાથે મતદારો સુધી સીધા પહોંચવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સંગઠન મંત્રીઓની બેઠક બાદ શનિવાર-રવિવારે, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખોની બેઠક યોજાશે.