Skip to main content
Settings Settings for Dark

ભારતની અધ્યક્ષતામાં અઢારમી G-20 સમિટ નવી દિલ્હીમાં શરૂ

Live TV

X
  • 18મી જી-20 લીડર્સ સમિટનું આજે નવી દિલ્હીમાં ભારત પેવેલિયન ખાતે વિશ્વના ટોચના અર્થતંત્રોના વડાઓની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કોન્ફરન્સમાં યુએસ પ્રમુખ જો બિડેન હાજરી આપશે. બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સહિત વિશ્વના ઘણા નેતાઓ હાજરી આપશે. કોન્ફરન્સમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષાથી લઈને સ્વચ્છ ઉર્જા અને જળવાયુ પરિવર્તન સુધીના અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભારત પોતાની જાતને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે G-20 ના પ્રમુખપદનો સંપૂર્ણ લાભ લઈ રહ્યું છે અને ઘણા વિકાસશીલ દેશોની આશાઓ અને આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું છે. ભારતની G-20 પ્રમુખપદની મુખ્ય પ્રાથમિકતાઓમાં ટકાઉ વિકાસ લક્ષ્યો અને આબોહવા પરિવર્તનના પડકારોનો સમાવેશ થાય છે. ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા G-20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, સમિટમાં ભાગ લેનારા નેતાઓની નવી દિલ્હીની ઘોષણા લગભગ તૈયાર છે અને સમિટ દરમિયાન ભલામણો માટે નેતાઓને આપવામાં આવશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે, ભારતને આશા છે કે G-20માં આફ્રિકન યુનિયનના સમાવેશને લઈને કોન્ફરન્સમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply