Skip to main content
Settings Settings for Dark

ભારતનું મિશન ચંદ્રયાન-3 આજે સાંજે દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે

Live TV

X
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિગ કરવીને ભારત પહેલો દેશ બની જશે. 

    અવકાશ ક્ષેત્રમાં ભારત માટે આજેનો દિવસ ઐતિહાસીક થવા જઇ રહ્યો છે..ચંદ્રયાન 3 મિશન ઇતિહાસ રચવા તૈયાર છે.. મિશનનું લેન્ડર મોડલ ચંદ્રથી 50 કિલોમીટર દૂર ચક્કર લગાવી રહ્યું છે.. આજે સાંજે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ કરશે. આ લેન્ડિગ ઓપરેશનને સીધુ પ્રસારણ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર લેન્ડિગ આજે સાંજે 5 વાગીને 20 મીનીટે શરૂ થશે. ઇસરોએ જણાવ્યું કે, મિશન સમય પ્રમાણે ચાલી રહ્યું છે. સાથે સાથે સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. ઇસરોએ તેના મહત્વકાંક્ષિ મિશન માટે કેટલાય વર્ષો સુધી કામ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિગ કરવીને ભારત પહેલો દેશ બની જશે. 

    ઉતરાણની લાઇવ ઇવેન્ટ સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે. બીજી તરફ મિશનની સફળતા માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. જેમાં  વારાણસીમાં કામાખ્યા મંદિર, શ્રી મઠ બાગંબરી ગદ્દી અને મુંબઈમાં ચામુંડેશ્વરી શિવ મંદિરનો સમાવેશ થાય છે.

    આજે સાંજે 5 વાગ્યે જીવંત પ્રસારણ

    ISRO એ ટ્વિટ કર્યું, "મિશન શેડ્યૂલ પર. સિસ્ટમ્સ નિયમિત તપાસમાંથી પસાર થઈ રહી છે. સરળતાથી આગળ વધવાનું ચાલુ રાખે છે. ઊર્જા અને ઉત્સાહથી ભરેલું મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) સાંજે MOX પર લેન્ડિંગ ઑપરેશનનું જીવંત પ્રસારણ. તે પાંચ વાગ્યે શરૂ થાય છે."

    ચંદ્રયાન-3નું લેન્ડિંગ શેના પર નિર્ભર છે?

    આ મિશનના નિર્દેશક નિલેશ એમ. દેસાઈએ કહ્યું છે કે ચંદ્રયાન-3નું લેન્ડિંગ લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્ય અને ચંદ્રની સ્થિતિ પર નિર્ભર રહેશે. આજે ચંદ્રયાન-3 લેન્ડ કરવાનો નિર્ણય લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્ય અને ચંદ્રની સ્થિતિ પર નિર્ભર રહેશે.

    મિશન ડાયરેક્ટર ચંદ્રયાન નિલેશ એમ. દેસાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મિશન યોજના મુજબ આગળ વધશે અને 23 ઓગસ્ટની સાંજે સુરક્ષિત ઉતરાણ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો હવામાનની સ્થિતિ યોગ્ય ન હોય તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply