Skip to main content
Settings Settings for Dark

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 136 કરોડને પાર

Live TV

X
  • છેલ્લા ચોવીસ કલાકમાં 62 લાખ ડોઝ આપવામાં આવ્યા, સાજા થવાનો દર હાલમાં 98.38%, માર્ચ 2020થી સૌથી વધુ

    છેલ્લા 24 કલાકમાં 62,06,244 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 136.66 કરોડ (1,36,66,05,173)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,43,67,288 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,41,71,471 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 8,706 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.38% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. 51 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 7,145 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 84,565 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.24% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,45,402 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 66.28 કરોડથી વધારે (66,28,97,388) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

    એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.62% છે જે છેલ્લા 34 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.57% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 75 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 110 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply