ભારતનો જાહેર આરોગ્યના નવા યુગમાં પ્રવેશ, સરકારનું સાર્વત્રિક આરોગ્ય કવરેજ વધારવા પર ધ્યાન કેન્દ્રિત:અનુપ્રિયા પટેલ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, ભારત જાહેર આરોગ્યના નવા યુગમાં પ્રવેશી ગયું છે અને સરકાર સાર્વત્રિક આરોગ્ય કવરેજ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાના 48મા વાર્ષિક દિવસ ઉજવણીને સંબોધતા તેમણે કહ્યું કે, સરકાર આરોગ્યસંભાળને લોકો માટે સુલભ અને સસ્તું બનાવી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર દેશમાં પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય આરોગ્યસંભાળ સેવાઓને મજબૂત બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 2014 માં 380 થી 2024 માં 787 થઈ ગઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં AIIMS ની સંખ્યા પણ છ થી વધીને 22 થઈ ગઈ છે.