ભારતમાં કોરોનાના 71,365 નવા કેસ નોંધાયા,દેશમાં રસીકરણનો આંકડો 170 કરોડને પાર
Live TV
-
ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 71 હજાર 365 નવા કેસ નોંધાયા હતા.આ દરમિયાન, 1 લાખ 71 હજાર 211 લોકો સાજા થયા. જ્યારે 1 હજાર 217 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ, દેશમાં કુલ સક્રિય કેસ હવે 8 લાખ 92 હજાર 828 છે.જ્યારે રિકવરી રેટ 96.46 ટકા છે.દેશમાં રસીકરણનો આંકડો 170 કરોડને પાર પહોંચ્યા છે.ગઇકાલે 53 લાખ 61 હજાર લોકોને રસી અપાઇ હતી
