Skip to main content
Settings Settings for Dark

ભારતીય નૌકાદળનું નેક્સ્ટ જનરેશન યુદ્ધ જહાજ 'સંઘમિત્ર' થયુ લોન્ચ

Live TV

X
  • ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ 'સંઘમિત્ર' બુધવારે કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) ખાતે એક ભવ્ય સમારોહ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું.

    યાર્ડ 3039 નામના આ યુદ્ધ જહાજનું લોન્ચિંગ સરિતા વાત્સાયન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયન અને સંરક્ષણ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને GRSE ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમારોહ સંપૂર્ણ નૌકાદળ સન્માન અને પરંપરાગત વિધિઓ સાથે યોજાયો હતો.

    ભારતીય નૌકાદળ માટે કુલ 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ બનાવવામાં આવી રહ્યા છે. આ જહાજો બે શિપયાર્ડ્સ: ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવા અને GRSE, કોલકાતા ખાતે એકસાથે બનાવવામાં આવી રહ્યા છે.સ્વદેશી ટેકનોલોજી સાથે ડિઝાઇન અને બનાવવામાં આવેલા, આ યુદ્ધ જહાજો દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ કામગીરી, ઓફશોર સંપત્તિઓનું રક્ષણ, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી અને ચાંચિયાગીરી વિરોધી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    આ જહાજનું નામ "સંઘમિત્રા" રાખવામાં આવ્યું છે, જે સમ્રાટ અશોકની પુત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે. જહાજનું પ્રતીક સપ્તર્ષિ નક્ષત્ર અને લાલ-સફેદ દીવાદાંડી દર્શાવે છે.ભારતીય નૌકાદળે આને સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં બીજી એક મોટી સિદ્ધિ ગણાવી છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના "આત્મનિર્ભર ભારત" અને "મેક ઇન ઇન્ડિયા" અભિયાનોને પણ મજબૂત બનાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply