Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહેસૂલ સેવાના તાલીમાર્થી અધિકારીઓેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત

Live TV

X
  • ભારતીય મહેસૂલ સેવા 78મી બેચના અધિકારી તાલીમાર્થીઓએ આજે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય શાસન અને કલ્યાણમાનું એક છે. તેમણે ગતિશીલ અર્થતંત્ર માટે કરવેરાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ સાથે અધિકારીઓની નીતિઓ અને કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય વંચિત અને નબળા વર્ગના વિકાસ માટે હોવા જોઈએ.

    રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓ તરીકે તેઓ આ આવશ્યક સંસાધનને ન્યાયી, અસરકારક અને પારદર્શક રીતે એકત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ડિજિટલ કનેક્ટિવિટી આ અંતરને દૂર કરી રહી છે અને આર્થિક તકો પહેલા કરતાં વધુ સુલભ બની છે. વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે, સંસાધનોનું કાર્યક્ષમ અને ન્યાયી સંચાલન કરવું જોઈએ.

    તેમણે કહ્યું કે, 'બદલાતા સમય, વધતી અપેક્ષાઓ અને સરકારી પહેલોએ વધુ કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુવિધાના નવા યુગની શરૂઆત કરી છે. આ પરિવર્તનના મૂળમાં ડિજિટલ ટેકનોલોજી છે.' તેમણે એ જાણીને ખુશી વ્યક્ત કરી હતી  કે આવકવેરા વિભાગ અદ્યતન ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને નોંધપાત્ર ચોકસાઈ સાથે વિસંગતતાઓ શોધી કાઢે છે અને ખાતરી કરે છે કે પ્રામાણિક કરદાતાઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

    તેમણે અધિકારીઓને સલાહ આપી કે, તેઓ યાદ રાખે કે ટેકનોલોજી ફક્ત એક સાધન છે અને તે માનવીય મૂલ્યોનો વિકલ્પ નથી. ડેટા-સંચાલિત સિસ્ટમો કાર્યક્ષમતા વધારી શકે છે, પરંતુ તે ક્યારેય સહાનુભૂતિ અને પ્રામાણિકતાને બદલી શકતી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply