ભારતીય મેડિકલ ઉપકરણ ઉદ્યોગ આગામી 25 વર્ષમાં ઉત્પાદન અને નવીનતામાં વિશ્વનું નેતૃત્વ કરી શકે - મનસુખ માંડવિયા
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતીય મેડિકલ ઉપકરણ ઉદ્યોગ આગામી 25 વર્ષમાં ઉત્પાદન અને નવીનતામાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. ટોક્યોમાં જાપાનીઝ મેડિકલ ડિવાઇસ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર ભારતના આરોગ્ય સંભાળ ક્ષેત્રનો આવશ્યક અને અભિન્ન ભાગ છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં વિશ્વના રોકાણકારોને આકર્ષવા માટે ભારતે 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રીએ જાપાનની મેડિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મેક-ઇન-ઇન્ડિયા, ઇનોવેટ ઇન ઇન્ડિયા અને ડિસ્કવર ઇન ઇન્ડિયાની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
