Skip to main content
Settings Settings for Dark

ભારત અને પાકિસ્તાનના તણાવને લઇને ઇન્ડિગો એરલાઇને 10 મે સુધી ફ્લાઇટને કરી કેન્સલ

Live TV

X
  • પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો.

    પહેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લીધો છે.અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો.

    ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા. પાકિસ્તાન મોડી રાતથી સતત ભારતના અલગ અલગ શહેરો પર હવાઇ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ પોતાના સુદર્શન ચક્ર S-400ની મદદથી તેના એટેકને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ છે.

    ભારતીય સેના દ્વારા LoC પર પાકિસ્તાની બંકરોને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ  અત્યાર સુધીમાં પાકિસ્તાનના 50 ડ્રોનને ધરાશાઇ કર્યા છે.

    ભારત અને પાકિસ્તાનના  તણાવને લઇને ઇન્ડિગો એરલાઇને 10 મે સુધી રાજકોટ, શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ધરમશાળા, બીકાનેર, જોધપુર, કિશનગઢ જતી ફ્લાઇટને કેન્સલ કરી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply