Skip to main content
Settings Settings for Dark

ભારત-ઓમાન કોસ્ટ ગાર્ડ્સની મળી બેઠક, દરિયાઈ પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવા થઈ ચર્ચા

Live TV

X
  • ભારત-ઓમાન કોસ્ટ ગાર્ડ્સની મળી બેઠક, દરિયાઈ પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવા થઈ ચર્ચા

    દિલ્લીમાં ભારતીય અને રોયલ ઓમાન પોલીસ કોસ્ટ ગાર્ડ્સ વચ્ચે 5મી વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. બેઠકમાં બંને દેશોના કોસ્ટ ગાર્ડ્સે સરહદ પારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા અને પ્રાદેશિક સહયોગ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બન્ને પક્ષોએ દરિયાઈ પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલને ચર્ચા કરી હતી. રોયલ ઓમાન પોલીસ કોસ્ટ ગાર્ડ (ROPCG) પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સહાયક અધિકારી કમાન્ડિંગ કર્નલ અબ્દુલ અઝીઝ મોહમ્મદ અલી અલ જાબરીએ કર્યું હતું.

    સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત' હેઠળ ભારતના જહાજોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 25 એપ્રિલે નવી દિલ્હીમાં ROCCG પ્રતિનિધિમંડળ અને ભારતીય સંરક્ષણ ઉત્પાદકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્પાદન ક્ષમતાઓથી અવગત કરવા માટે આ બેઠક યોજશે.

    નોંધનીય છે કે ચાંચિયાગીરીની તાજેતરની ઘટનાઓથી દરિયાઈ પડકારો વધ્યા છે. આ ઘટનાઓને કારણે અન્ય કેટલાક દેશોની દરિયાઈ સુરક્ષા, વેપાર વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની તાત્કાલિક કાર્યવાહીએ અનેક ઓપરેશનથી આ ઘટનાઓને નિયંત્રણમાં લાવી છે.

    ભારત અને ઓમાનના કોસ્ટ ગાર્ડ્સ વચ્ચેની બેઠકમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, ક્રોસ શિપ વિઝિટ, સી-રાઇડર પ્રોગ્રામનો અમલ, પ્રદૂષણ રિપોર્ટિંગ કેન્દ્રો અને અન્ય સહયોગી વ્યવસ્થાઓ વચ્ચે વ્યાવસાયિક સંબંધો સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બન્ને પક્ષોએ દરિયાઈ પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનાથી આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સુરક્ષા માળખું મજબૂત બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply