ભારત-નેપાળ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે સમીક્ષા
Live TV
-
ભારત-નેપાળ સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની 14મી બેઠકમાં બંને દેશોએ સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ આ ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
20 અને 21 ઑગસ્ટ, 2026 દરમિયાન દહેરાદૂનમાં યોજાયેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (BM-I) પૌસુમી બસુએ કર્યું હતું. નેપાળના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આનંદ કાફ્લેએ કર્યું હતું.બેઠકમાં સરહદ પારના ગુનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા, સરહદી માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા, સંકલિત તપાસ ચોકીઓ (ICP), રસ્તા અને રેલવે નેટવર્કના અસરકારક ઉપયોગ તેમજ અતિક્રમણ દૂર કરવા અને સરહદી થાંભલાઓની જાળવણી અંગે ચર્ચા થઈ હતી.બંને પક્ષોએ સંસ્થાકીય સંકલન અને ક્ષમતાવિકાસ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. આગામી બેઠક પરસ્પર અનુકૂળ તારીખે નેપાળમાં યોજવા અંગે બંને દેશો સંમત થયા હતા.
