Skip to main content
Settings Settings for Dark

ભારત બાયોટેકે કોવિડ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી 

Live TV

X
  • કોરોના સામેનો જંગ જીતવા માટે ભારતે કમરકસી લીધી છે. દેશમાં કુલ 8 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય પણ ચાલુ છે.  ત્રણ વેક્સિન ફાઈઝર, બાયોટેક અને શિરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલી વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરવામાં આવી છે.

    આ અરજી પર ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાની આજે એક મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે. બેઠકમાં કોવિડ વેક્સિનની ઈમરજન્સી યુઝ માટે ઔપચારિક મંજૂરી આપવા પર વિચાર થશે. બેઠકમાં ત્રણેય કંપની સિરમ, ફાઈઝર અને ભારત બાયોટેક પોતપોતાનું પ્રેઝન્ટેશન આપશે. જેમાં વેક્સિનની સાઈડ ઈફેક્ટ, ક્વોલિટી અને પ્રભાવને લઈ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

    બીજી તરફ આરોગ્ય મંત્રાલયે કહ્યું, કેન્દ્ર રાજ્યો સાથે તમામ સ્તરે સમન્વય કરીને રસીકરણ અભિયાન માટે આખરી તૈયારીઓ કરી રહ્યું છે. દેશમાં વેક્સિનના સ્ટોરેજથી લઈને વેક્સિનેટર જેવા જરૂરી સંશાધનોનું પણ આંકલન પૂર્ણ થઈ ગયું છે.

    પ્રાથમિક્તાના આધાર પર ટીકાકરણ કરવામાં આવશે.સૌથી પહેલા દેશના એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને પ્રાથમિક્તા આપવામાં આવશે. ત્યારબાદ અર્ધસૈનિકબળ, પોલીસ, હોમગાર્ડને વેક્સિન આપવામાં આવશે. જેમની સંખ્યા લગભગ 2 કરોડની આસપાસ છે. ત્યારબાદ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રાથમિક્તા આપવામાં આવશે.

    હાલ દેશમાં 3 લાખ 83 હજાર 866 એક્ટિવ કેસ છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 90 હજાર 45 લોકો સ્વસ્થ થતાં કુલ 91 લાખ 78 હજાર 946 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો એક લાખ 40 હજાર 958 લોકોએ અત્યાર સુધી કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગની સારી સુવિધાને કારણે રેકવરી રેટ 94.59 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 1.45 ટકા જોવા મળી રહ્યો છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply