Skip to main content
Settings Settings for Dark

ભારત-બ્રિટેને, ગ્રીન હાઇડ્રોજન ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા

Live TV

X
  • બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BSI) એ નવી દિલ્હીમાં બ્રિટિશ સમકક્ષો સાથે બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિયમનના માનકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 

    ગ્રીન હાઇડ્રોજન પરની વર્કશોપનો હેતુ, ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાનો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂશન (BSI) અને યુકે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ સાથે ભાગીદારીમાં આયોજિત આ પહેલ, ઉભરતી હાઇડ્રોજન અર્થવ્યવસ્થા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

    વર્કશોપમાં બોલતા, બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂશનના ઉર્જા ક્ષેત્રના વડા, એબે ડોરિયને જણાવ્યું હતું કે,” તે સતત હાઇડ્રોજન બજારના નિર્માણમાં જ્ઞાનના આદાનપ્રદાન, માનકીકરણ અને નવીનતાના મહત્વનો પુરાવો છે.”મંત્રાલયે જણાવ્યું હતું. "ભારત અને યુનાઇટેડ કિંગડમ ગ્રીન હાઇડ્રોજનમાં અગ્રણી બનવાની સહિયારી મહત્વાકાંક્ષા ધરાવે છે. જે નેટ-ઝીરો ભવિષ્યના ધ્યેયને સમર્થન આપે છે." 

    ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતીય માનક બ્યુરોના પ્રયાસોને પણ, મજબૂત બનાવે છે. તેનાથી ધોરણોમાં રહેલા અંતરને ઓળખવામાં, નવા ક્ષેત્રોની શોધખોળ કરવામાં અને નિષ્ણાતો સાથે જોડાવામાં મદદ મળી. વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓમાંથી મેળવેલી આંતરદૃષ્ટિ ભારતના પ્રમાણપત્ર, પરીક્ષણ અને માનકીકરણને વધારશે, જે સતત અને સ્પર્ધાત્મક ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્રને ટેકો આપશે.” 

    આ કાર્યક્રમમાં ભારત અને યુનાઇટેડ કિંગડમના નીતિ નિર્માતાઓ, ટેકનિકલ નિષ્ણાતો અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ વચ્ચે વ્યાપક ચર્ચા-વિચારણા જોવા મળી. તેમણે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં નવીનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ભારત અને યુનાઇટેડ કિંગડમના સહિયારા દ્રષ્ટિકોણ પર પણ ભાર મૂક્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply