ભારત ભગવાન બુદ્ધના સંદેશાથી પ્રેરણા લઈને કોરોના મહામારીમાં વિશ્વને મદદ કરી રહ્યું છે- PM
Live TV
-
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના વોરિયર્સનું સન્માન થવું જોઈએ
આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. આ વખતે પરિસ્થિતી અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ આની પરવાનગી નથી આપતું. ભારત આજે બુદ્ધના માર્ગે ચાલીને દરેકની મદદ કરી રહ્યું છે પછી તે દેશમાં હોય કે વિદેશમાં. આ દરમિયાન ફાયદો કે નુકસાન જોવામાં નથી આવી રહ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકડાઉન પછી પણ વર્ચુઅલ માધ્યમથી વેસાક ફંક્શનનું આયોજન એ એક નવીન પ્રયોગ છે. આનાથી વધુ સારું શું હશે, આજે બધા લોકો તેના દ્વારા કનેક્ટ થઈ રહ્યા છે. પીએમએ કહ્યું કે સંગઠિત પ્રયત્નોથી આપણે માનવતાને આ મુશ્કેલ પડકારમાંથી બહાર કાઢી શકીશું અને તેમની સમસ્યાઓ દૂર કરી શકીશું.જે લોકો હંમેશાં માનવતાની મદદ કરે છે તે બુદ્ધના સાચા શિષ્ય છે. ભારત હંમેશાં વિશ્વની જરૂરિયાતો અનુસાર બદલાતું રહે છે આપણું તમામ કાર્ય સેવા આધારિત છે અને તે દરેકની છે. ભારત વિશ્વની મદદ માટે બુદ્ધની પ્રેરણા વાપરી રહ્યું છે.તેમણે કહ્યું કે બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ પૂરતા સીમિત નથી. તે દરેકને માનવતાના ધોરણે મદદ કરવાનો સંદેશ આપે છે. આજે સમાજની વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ એજ છે અને આપણા જીવનમાં તેનું વિશેષ સ્થાન રહ્યું છે.
