Skip to main content
Settings Settings for Dark

ભોપાલમાં લશ્કરના સંયુક્ત કમાન્ડરની 3 દિવસની પરિષદનો આજથી થયો પ્રારંભ

Live TV

X
  • ભોપાલમાં લશ્કરના સંયુક્ત કમાન્ડરની 3 દિવસ પરિષદનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે આ પરિષદને સંબોધન કરશે. પરિષદ દરમિયાન, સશસ્ત્ર દળોમાં સંયુક્ત રીતે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આત્મનિર્ભરતા માટે સશસ્ત્ર દળોની તૈયારી અને સંરક્ષણ વ્યવસ્થામાં પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવશે. આ પરિષદમાં ત્રણેય દળોના કમાન્ડર અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ભાગીદારી જોવા મળશે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સૈનિકો, ખલાસીઓ અને એરમેન સાથે પણ સમાવિષ્ટ અને અનૌપચારિક વાતચીત કરવામાં આવશે. 

    પ્રધાનમંત્રી શનિવારે રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, ભોપાલ ખાતે અને નવી દિલ્હી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વંદે ભારત એક્સપ્રેસે દેશમાં મુસાફરીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, ભોપાલ અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન વચ્ચે શરૂ કરવામાં આવી રહેલી આ નવી ટ્રેન દેશની અગિયારમી વંદે ભારત ટ્રેન હશે. વંદે ભારત એક્સપ્રેસનો સ્વદેશી ડિઝાઇન કરાયેલ ટ્રેન સેટ મુસાફરો માટેની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તે દ્વારા આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, પ્રવાસનને વેગ આપશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply