મણિપુરઃ ઈમ્ફાલમાં બ્લાસ્ટ, 4 પોલીસકર્મી અને 1 સ્થાનિક ઘાયલ
Live TV
-
મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને હુમલાખોરોની તપાસ કરી રહી છે.
આ હુમલામાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો છે. હાલમાં પોલીસ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન કરી રહી છે. મણિપુર પોલીસ એસપી ઈમ્ફાલની આગેવાનીમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
