Skip to main content
Settings Settings for Dark

મણિપુરમાં હવે સ્થિતિ થઈ રહી છે સામાન્ય, ચુરા-ચંદપુરમાં આજે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી કર્ફ્યુમાં અપાઈ આંશિક છૂટ

Live TV

X
  • મણિપુરમાં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. સેના અને અર્ધલશ્કરી દળો રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ મણિપુરના લોકોને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા વિનંતી કરી છે. રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ તમામ સમુદાયોને અહિંસા અપનાવવા અને સમાજના વિકાસ માટે સહઅસ્તિત્વ રાખવા જણાવ્યું હતું. 

    અત્યાર સુધી, જાહેર કર્ફ્યુ અમલમાં છે અને તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યભરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે મણિપુર સરકારે આજે સવારે સાત વાગયાથી 10 વાગ્યા સુધી કફયુમાં આંશિક રાહત આપી છે જેથી લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. એક જાહેરનામામાં જણાવાયું છે કે ચુડાચાંદપુર જિલ્લામાં કાનૂની વ્યવસ્થા સારી થતાં અને રાજ્ય સરકાર તથા વિવિધ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 

    આ પહેલા ત્રીજી મે એ ચુડાચાંદપુર જિલ્લાના ટોરબૂન્ગ ક્ષેત્રમાં ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા બોલવાયેલ જનજાતિય એકજુટતા રેલી દરમિયાન મણીપુરના કેટલાક ભાગોમાં હિંસા ભડકી હતી. વિવિધ જિલ્લામાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

    રાજ્ય સરકારે 5 દિવસ સુધી મોબાઈલ સેવા બંધ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. આ ઉપરાંત સ્થિતિને કાબુમાં લેવા માટે અર્ધસૈનિક દળ અને સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply