મધ્યપ્રદેશમાં પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નું આયોજન કરવામાં આવશે
Live TV
-
પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નું આયોજન મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. આ જાહેરાત આજે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની હાજરીમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ઠાકુરે માહિતી આપી હતી કે રાજ્યમાં ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને જબલપુર સહિત આઠ સ્થળોએ ખેલો ઈન્ડિયા યુવા રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને આ રમતોમાં આઠ હજાર પાંચસોથી વધુ રમતવીરો અને ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા છે. .
ઠાકુરે કહ્યું કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત 2016માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને રમતગમતમાં તેમનું પ્રદર્શન અને પ્રતિભા દર્શાવવા માટે એક અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. રમતગમત મંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે અને મુખ્યમંત્રીએ રમતગમતના માળખાકીય સુવિધાઓ અને શૂટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટે વિશાળ માળખાકીય સુવિધા ઉભી કરી છે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી યશોધરા રાજે સિંધિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક પણ હાજર હતા.