મધ્યપ્રદેશમાં 28 ધારાસભ્યોએ મંત્રી તરીકે લીધા શપથ
Live TV
-
મધ્યપ્રદેશમાં આજે મોહન યાદવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 28 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટ મંત્રીઓમાં 18 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 6 નેતાઓને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. ચાર નેતાઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
મોહન કેબિનેટનું આજે પ્રથમ વિસ્તરણ થયું. અનેક રાઉન્ડની ચર્ચા બાદ કયા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું. આ વિસ્તરણમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક નેતાઓને જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો અનુસાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. 18 કેબિનેટ મંત્રી, 6 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 4 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓમાં કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, કૈલાશ સારંગ, તુલસી સિલાવટના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશમાં ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 66 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં કુલ 28 ધારાસભ્યને મંત્રી બનાવાયા છે. 28માંથી 12 OBC કોટાથી મંત્રી બન્યા છે. આ 28 મંત્રીઓમાંથી 18 કેબિનેટ મંત્રી છે. કૈલાશ વિજયવર્ગીય, પ્રદ્યુમ્ન સિંહ તોમર, પ્રહ્લાદ સિંહ પટેલ અને વિશ્વાસ સારંગને કેબિનેટમાં જગ્યા મળી છે.