Skip to main content
Settings Settings for Dark

મરાઠાઓ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર સામે હુંકાર કરશે, મારાઠા નેતા મનોજ જરાંગે આપી માહિતી

Live TV

X
  • મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને ઓબીસી અનામત આજે આપશે, કાલે આપશે તેવા વાયદાઓ કરી રહ્યા છે : મનોજ જરાંગે

    મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે ચેતવણી આપી છે કે, જો મરાઠા સમુદાયને ટૂંક સમયમાં ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં નહીં આવે તો તેઓ મરાઠા સમુદાય સાથે મળીને 5 જૂનથી ફરીથી ભૂખ હડતાળ શરૂ કરશે. પાટીલે એમ પણ કહ્યું કે મરાઠા સમુદાય પણ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરશે.

    આજરોજ વહેલી સવારે મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પત્રકારોને કહ્યું કે અમે રાજકારણમાં નથી. અમે ન તો ઉમેદવારો આપ્યા છે કે ન તો કોઈને સમર્થન આપ્યું છે. જોકે, જો ઓબીસી ક્વોટામાંથી અનામત ટૂંક સમયમાં આપવામાં નહીં આવે તો મરાઠા સમુદાય વિધાનસભાની તૈયારી કરશે. આ સાથે મનોજે 5 જૂનથી ફરી ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.

    પાટીલે કહ્યું, “મહાયુતિ સરકારે મરાઠા સમુદાય સાથે વિશ્વાસઘાત કર્યો છે. 7 મહિના થઈ ગયા, આજે આપીશું, કાલે આપીશું એમ કહીને મરાઠા સમાજને ટાળવામાં આવી રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ મરાઠાઓને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે મનોજ જંરાગે દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા જણાવ્યું હતું કે, 'મરાઠા વિરોધીઓ સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે. એવી જાહેરાત કરવામાં આવી હતી કે મરાઠા સમુદાયના કાર્યકરો સામે નોંધાયેલા કેસો રદ કરવામાં આવશે. હવે ગોળીબાર કરનાર પોલીસ અધિકારીને બઢતી આપવામાં આવી છે, તેમનું પગલું સરાહનીય નથી. પાટીલે કહ્યું કે જ્યાં સુધી મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટામાંથી અનામત નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply