મહાકુંભમાં VIP પ્રોટોકોલ પર લગાવાયો પ્રતિબંધ, ભક્તોને મળશે વધુ સારી પરિવહન સુવિધા
Live TV
-
ઉત્તર પ્રદેશની યોગી સરકારે મહાકુંભ દરમિયાન અમૃત સ્નાન અને અન્ય મુખ્ય સ્નાન પર VIP પ્રોટોકોલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું કહેવું છે કે આ સાથે તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલી વગર સ્નાન કરવાની સમાન તક મળશે.
સરકારે સ્પષ્ટતા કર્યું છે કે વસંત પંચમી, માઘ પૂર્ણિમા અને મહાશિવરાત્રિના દિવસો પહેલા અને પછીના દિવસે કોઈ પણ VIP અથવા VVIPને વિશેષ ટ્રિટમેન્ટ નહીં મળે. ગુરુવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય મહાકુંભ મેળાની શરૂઆત પહેલા જ લેવામાં આવ્યો હતો અને હવે તેનો કડક અમલ કરવામાં આવશે.
સરકારે કહ્યું કે આ નિર્ણયનો હેતુ ભક્તોની સરળતા માટે લેવામાં આવ્યો છે. VIP મૂવમેન્ટનાં કારણે રૂટ ડાયવર્ઝન, પ્રતિબંધો અને વિલંબ જેવી સમસ્યાઓ હવે ઊભી થશે નહીં. આ સિવાય જો કોઈ VIP કે VVIP મહાકુંભમાં આવવા માંગતા હોય તો તેમણે ઓછામાં ઓછા એક અઠવાડિયા અગાઉ જાણ કરવાની રહેશે જેથી અચાનક VIPની મુલાકાતનાં કારણે સામાન્ય ભક્તોની વ્યવસ્થાને અસર ના થાય.
આ સ્નાન દરમિયાન ભારે ભીડ થવાની સંભાવના હોવાથી વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.