મહારાષ્ટ્રની મહાયુતી સરકારના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું
Live TV
-
મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ધનંજય મુંડેએ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પોતાનું રાજીનામું આપ્યું. મુખ્યમંત્રીએ રાજીનામું સ્વીકારી રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને મોકલી આપ્યું હતું.
બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં ધનંજય મુંડેના સહયોગી કરાડની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષ ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી રહ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે ધનંજય મુંડેને રાજીનામું આપવાનો આદેશ આપ્યો. ધનંજય મુંડેએ આજે સવારે પોતાના પીએ દ્વારા મુખ્યમંત્રીને રાજીનામું મોકલી આપ્યું હતું.