મહારાષ્ટ્ર રાજકારણમાં 16 ધારાસભ્યોની લાયકાત અંગે આજે થશે નિર્ણય
Live TV
-
મહારાષ્ટ્રમાં રાજકારણ બાબતે આજનો દિવસ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વિવાદ અંગે નિર્ણય આવી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર નિર્ણય લેશે કે શિવસેના છોડીને શિંદે સાથે જનાર 16 ધારાસભ્યો ગેરલાયક છે કે નહીં. નિર્ણય પહેલા સ્પીકરનું એક નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે અરજીઓ પરના નિર્ણયો કાયદેસર રીતે ટકાઉ રહેશે.
જૂન 2022માં શિંદે સહિત કેટલાક ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો. જેના કારણે શિવસેનામાં વિભાજન પછી મહા વિકાસ આઘાડી ગઠબંધનની સરકાર પડી ગઈ. ત્યારબાદ શિંદેએ બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી હતી અને ઠાકરે તેમજ શિંદે જૂથે એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. જેના પર આજે નિર્ણય થશે.