મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણના આધારે રાજ્યને ત્રણ ઝોનમાં વહેચ્યું
Live TV
-
સંક્ર્મણનો સામનો કરવા રાજ્ય સરકારે રેડ ઝોનમાં 15થી વધુ દર્દીઓવાળા જિલ્લાઓને રાખ્યા છે
કોરોના સંક્ર્મણને કારણે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે, અહી લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. સંક્ર્મણનો સામનો કરવા રાજ્ય સરકારે રેડ ઝોનમાં 15થી વધુ દર્દીઓવાળા જિલ્લાઓને રાખ્યા છે. આનાથી ઓછા લોકો ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવે છે અને જ્યાં એક પણ દર્દી નથી તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે આના આધારે કોરોના સામે વધુ અસરકારક રીતે લડી શકાશે. આ ત્રણ ઝોનમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
રેડ ઝોન: મુંબઇ, થાણે, પાલઘર, પુણે, નાગપુર, રાયગઢ, સાંગલી અને ઔરંગાબાદ.
ઓરેંજ ઝોન: રત્નાગીરી, સિંધુદુર્ગ, સાતારા, કોલ્હાપુર, નાસિક, અહેમદનગર, જલગાંવ, ઉસ્માનબાદ, બીડ, જલ્ના, હિંગોલી, લાતુર, અમરાવતી, અકોલા, યાવતમાલ, બુલધન, વશીમ અને ગોંદિયા.
ગ્રીન ઝોન: ધુલે, નંદુરબાર, સોલાપુર, પરભની, નાંદેડ, વર્ધા, ચંદ્રપુર, ભંડારા અને ગઢચિરૌલી.
