Skip to main content
Settings Settings for Dark

મહા કુંભમાં છવાયા રબડીવાલે બાબા, ભક્તોને પ્રસાદ તરીકે આપ છે રબડી

Live TV

X
  • મહંત દેવ ગિરી જી મહારાજ ઉર્ફે રબડીવાલે બાબાએ કહ્યું કે વર્ષ 2019માં યોજાયેલા મેળા દરમિયાન અમે ભગવાન કપિલ મુનિને દોઢ મહિના સુધી રબડી ચડાવી હતી. હવે 9 ડિસેમ્બરથી મહાકુંભમાં રબડી બનાવવાનું શરૂ થયું છે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

    ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહા કુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આવો મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો છે. જેના કારણે દરેક લોકો સ્નાન કરવા માટે સંગમ શહેર પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ઋષિ-મુનિઓ તેમની વેશભૂષા અને અનોખી સાધનાને કારણે ચર્ચામાં છે. આમાંથી એક મહંત દેવ ગિરીજી મહારાજ છે, જેઓ મહાનિર્વાણ અખાડાના છે. તેમને રબડીવાલે બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાંથી આવેલા મહંત દેવગીરીજી મહારાજ તેમના કેમ્પની બહાર એક તપેલીમાં રાબડી તૈયાર કરે છે. બાબા આ રબડી જાતે તૈયાર કરે છે અને ત્યાર પછી તેઓ પોતાના શિબિરમાં આવતા ભક્તોને રબડી ખવડાવે છે.

    મહંત દેવ ગિરીજી મહારાજ ઉર્ફે રાબડી વાલે બાબાએ જણાવ્યું કે વર્ષ 2019માં આયોજિત મેળા દરમિયાન અમે ભગવાન કપિલ મુનિને દોઢ મહિના સુધી રાબડી ચડાવી હતી. હવે 9 ડિસેમ્બરથી મહાકુંભમાં રબડી બનાવવાનું શરૂ થયું છે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. 33 કરોડ દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. આ પછી, રબડી તમામ સંતો અને ઋષિઓમાં વહેંચવામાં આવે છે અને પછી મીડિયાકર્મીઓ, પોલીસકર્મીઓ અને સ્વચ્છતા કર્મચારીઓમાં વહેંચવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2025 Max Temp : °C Min Temp : °C
apply